
શું તમે ક્યારેય પણ એમેઝોન અને ફ્લિપકાર્ટના ‘ધિ બિગ બિલિયન ડેઝ’ અથવા ‘ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ’ જેવા સેલના સમયે ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ખરીદી કરી છે? જો હા, તો તમે પણ ફેસ્ટિવલ માર્કેટિંગ ટેકનિક થકી ટાર્ગેટ કરવામાં આવ્યા છો. જો તમારે જાણવું છે કે ફેસ્ટિવલ માર્કેટિંગ શું હોય છે? તો આ બ્લોગ તમારા માટે છે.
Table of content
-
- ફેસ્ટિવલ માર્કેટિંગ શું હોય છે?
- ફેસ્ટિવલ માર્કેટિંગનો વિકાસ
- ફેસ્ટિવલ માર્કેટિંગનું મહત્વ શું છે?
- ભારતના સદર્ભમાં ફેસ્ટિવલ માર્કેટિંગ કેમ વધુ અસરકાર છે?
- ફેસ્ટિવલ માર્કેટિંગના ઉદ્દેશો શું હોય છે?
- ફેસ્ટિવલ માર્કેટિંગમાં લોકોને આકર્ષવા શું કરાય છે?
- પ્રિ-ફેસ્ટિવ પ્લાનિંગ શા માટે જરૂરી છે?
- 2024ના તહેવારોમાં કેવો ટ્રેન્ડ રહ્યો?
- ફેસ્ટિવલ માર્કેટિંગના ખાસ ઉદાહરણ
- ફેસ્ટિલ માર્કેટિંગ અંગે કેટલીક ખોટી ધારણાઓ
- સારાંશ
- FAQs
ફેસ્ટિવલ માર્કેટિંગ શું હોય છે?
તહેવારોમાં નાનામાં નાનીથી લઈ મોટામાં મોટી બ્રાન્ડ્સ કોઈ ને કોઈ ઉદ્દેશ સાથે માર્કેટિંગના અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરી જાહેરાત કરતી હોય છે. જેમાં ટેલિવિઝન, સમાચારપત્રો, મેગેઝીન્સ, રેડિયો અને સોશિયલ મીડિયા સહિતના માધ્યમોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે તહેવારોમાં એક ખાસ વર્ગને ટાર્ગેટ કરી તેમના મન પર બ્રાન્ડની છાપ છોડવા માટે ફેસ્ટિવલ માર્કેટિંગ કરવામાં આવતું હોય છે. તહેવારોમાં લોકો ભાવનાત્મક/ઈમોશનલ રીતે નિર્ણય લે તેવી શક્યતાઓ વધારે હોય છે, જેથી ભાવનાત્મક અપીલ વાળી કેમ્પેઈન થકી ટાર્ગેટ ઓડિયન્સને આકર્ષવા પ્રયાસ કરાય છે.
ફેસ્ટિવલ માર્કેટિંગનો વિકાસ
સમયની સાથે સાથે ગ્રાહકો/ટાર્ગેટ ઓડિયન્સની જરૂરિયાતો બદલતી હોય છે, અને આ ઓડિયન્સ સુધી પહોંચવા માટેના માધ્યમો પણ બદલતા અને વિકસતા હોય છે. 10 વર્ષ પહેલાના ફેસ્ટિવલ માર્કેટિંગની વાત કરીએ તો એ હોર્ડિંગ્સ, સમાચાર પત્રોની જાહેરાતો અને રેડિયો પર સંભળાતી જીંગલ્સ સુધી સિમિત હતી એવું કહી શકાય. જ્યારે અત્યારના સમયમાં લોકો સુધી પહોંચવા માટેનું સરળ અને સચોટ માધ્યમ બન્યું છે ઈન્ટરનેટ. ઈન્ટરનેટમાં સોશિયલ મીડિયા, ઈ-કોમર્સ, સર્ચ એન્જિન્સ અને OTT પ્લેટફોર્મ્સ સહિતના અનેક માધ્યમોનો સમાવેશ થાય છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો એવું કોઈ પણ માધ્યમ જે ઈન્ટરનેટ પર આધાર રાખે છે અને રોજિંદા જીવનમાં જેનો ઉપયોગ સામાન્ય છે તેનો ઉપયોગ ફેસ્ટિવલ માર્કેટિંગ માટે થઈ શકે છે.
ફેસ્ટિવલ માર્કેટિંગનું મહત્વ શું છે?
જો તમે ગુજરાતમાં મોટા થયા છો તો તમને કોઈપણ મોટા તહેવાર સમયનો માહોલ ખબર હશે. આ એવો સમય છે જેને લોકો નવા કાર્યો માટે શુભ ગણતા હોય છે, અને આ જ સમયે લોકો નાની-મોટી ખરીદીથી લઈને કોઈ મોટા ઈન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હોય છે. ઉદાહરણ તરીકે લોકો કપડાંથી લઈને ઈલેક્ટ્રોનિક સાધનો, સોનું, વાહન અને ઘર સહિતની ખરીદી માટે દિવાળીની રાહ જોતા હોય છે. એથી જો આ સમયે તમારી બ્રાન્ડ લોકો સુધી ન પહોંચે તો તમે એક મોટો તકી ગુમાવી રહ્યા છો એવું કહી શકાય. એટલે કોઈપણ પ્રકારની બ્રાન્ડ હોય, ફેસ્ટિવલ માર્કેટિંગનું મહત્વ તમામ માટે સરખું અસર કરે છે.
ભારતના સદર્ભમાં ફેસ્ટિવલ માર્કેટિંગ કેમ વધુ અસરકાર છે?
ભારત અને એમાં પણ ગુજરાતમાં તમે કોઈપણ મહિનો જોઈ લો, તેમાં તમને કોઈને કોઈ ધર્મ અથવા સંપ્રદાય દ્વારા ઉજવાતો કોઈને કોઈ તહેવાર મળી જ રહેશે. તેમ છતાં પણ દિવાળી, હોળી, ઉત્તરાયણ, નવરાત્રી, જન્માષ્ટમી, ઈદ અને ક્રિસમસ સહિતના કેટલાક મોટા તહેવારોનો સમય ફેસ્ટિવલ માર્કેટિંગ માટે શ્રેષ્ઠ ગણી શકાય. એટલે જો તમે ભારતમાં તમારી બ્રાન્ડનું પ્રભુત્વ વધારવા માગતા હોય તો ફેસ્ટિવલ માર્કેટિંગ એક મહત્વનું પાસું બની જાય છે
ફેસ્ટિવલ માર્કેટિંગના ઉદ્દેશો શું હોય છે?
ફેસ્ટિવલ માર્કેટિંગનો ઉપયોગ બધી બ્રાન્ડ્સ માટે અલગ અલગ હોઈ શકે છે. જેમાંના કેટલાક ઉદ્દેશો નીચે મૂજબ છે.
બ્રાન્ડ અવેરનેસ
જ્યારે કોઈ કંપની માર્કેટમાં નવી આવે છે ત્યારે સ્વાભાવિક પણે લોકો તેને ઓળખતા નથી હોતા અથવા લાંબા સમયથી માર્કેટમાં રહેલી બ્રાન્ડને પણ લોકો ઓળખી નથી શકતા, જેનું કારણે હોઈ શકે છે બ્રાન્ડ પ્રત્યે અવેરનેસનો અભાવ. એટલે ફેસ્ટિવલ માર્કેટિંગમાં બ્રાન્ડ અવેરનેસના ઉદ્દેશ સાથે આવા લોકોને બ્રાન્ડ વિશે અવગત કરાવવામાં આવે છે.
લીડ જનરેશન/સેલ્સ વધારવા માટે
સામાન્ય રીતે કોઈપણ બ્રાન્ડ શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ નફો કમાવાનું હોય છે અને આ નફો ત્યારે જ મળી શકે જ્યારે લોકો પ્રોડક્ટ અથવા સર્વિસ ખરીદે. ફેસ્ટિવલ માર્કેટમાં આવી ટાર્ગેટ ઓડિયન્સને ધ્યાને રાખી કેમ્પેઈન તૈયાર કરી સેલ્સ વધારવા અથવા લીડ જનરેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
કોમ્યુનિટી બનાવવી અને એન્ગેજમેન્ટ વધારવું
લોકોનો બ્રાન્ડ પ્રત્યે વિશ્વાસ સ્થાપિત થાય એટલે એક કોમ્યુનિટી બની એવું કહી શકાય. અને આ કોમ્યુનિટી સતત વધતી રહે તેવો કોઈપણ બ્રાન્ડનો ઉદ્દેશ હોય જ. તહેવારોના સમયમાં વિવિધ પ્રકારની જાહેરાતો અને કેમ્પેઈન થકી આવા લોકોને ટાર્ગેટ કરી બ્રાન્ડ પર તેમનો વિશ્વાસ વધે તેવા ઉદ્દેશ સાથે, કોમ્યુનિટીનો વિસ્તાર કરવા અને એન્ગેજમેન્ટ વધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે.
>નવા પ્રોડક્ટ/સર્વિસનું પ્રમોશન
તહેવારોના સમયમાં ઘણી બ્રાન્ડ પોતાના નવા પ્રોડક્ટ/સર્વિસ બહાર પાડતી હોય છે. આ નવા પ્રોડક્ટ/સર્વિસનું માર્કેટમાં વધુમાં વધુ વેચાણ થાય અને લોકો એને જાણતા અને ખરીદતા થાય તે માટે તહેવારોમાં હોર્ડિંગ્સ, ન્યૂઝ પેપર, ટેલિવીઝન, રેડિયો અને સોશિયલ મીડિયા સહિતના માધ્યમો પર કેમ્પેઈન અને જાહેરાતો ચલાવવામાં આવે છે.
નવા ગ્રાહકોને આકર્ષવા
માર્કેટ શેર વધારવા અને નફો વધારવા કોઈપણ બ્રાન્ડ માટે નવા ગ્રાહકોને પોતાની તરફ ખેંચી લાવવા જરૂરી બની જાય છે. ત્યારે આવા નવા ગ્રાહકોને આકર્ષવા માટે પણ તહેવારોમાં વિવિધ જાહેરાતો અને કેમ્પેઈનનો ઉપયોગ કરવામાં આવે છે.
બ્રાન્ડ રિકોલ
લોકો કોઈ એક બ્રાન્ડની પ્રોડક્ટ/સર્વિસ દરરોજ ખરીદે એવું નથી હોતું. ત્યારે બ્રાન્ડ રિકોલ મહત્વનું બની જાય છે. લોકો બ્રાન્ડને ભૂલી ન જાય અને કોઈ ચોક્કસ પ્રોડક્ટ/સર્વિસ માટે ફક્ત એ જ બ્રાન્ડને યાદ રાખે એ નિર્ધારિત કરવા માટે તહેવારો દરમિયાન વિવિધ માધ્યમો પર જોરશોરથી પ્રચાર કરવામાં આવતો હોય છે.
સ્પર્ધાત્મક ફાયદા માટે
માર્કેટમાં કોઈપણ સેગમેન્ટ લઈએ તો એમાં એક જ બ્રાન્ડ હોય એવું સામાન્ય રીતે નથી જોવા મળતું. કોઈ એક પ્રકારની પ્રોડક્ટ/સર્વિસ માટે એકથી વધુ બ્રાન્ડ્સ સ્પર્ધામાં જોવા મળતી હોય છે. ત્યારે લોકો અન્ય બ્રાન્ડની સરખામણીમાં પોતાની બ્રાન્ડને પ્રાધાન્ય આપે અને ખરીદી કરે એ હેતુ સાથે તહેવારો દરમિયાન લોભામણી ઓફરો અને ફાયદોઓ સાથે વિવિધ બ્રાન્ડ્સ કેમ્પેઈન કરતી હોય છે.
ફેસ્ટિવલ માર્કેટિંગમાં લોકોને આકર્ષવા શું કરાય છે?
કોઈપણ બ્રાન્ડ લોકોને પોતાની તરફ આકર્ષવા માટે વિવિધ રસ્તાઓ અપનાવતી હોય છે. જે નીચે મૂજબના હોઈ શકે છે.
ઓફર/સેલ
તહેવારોમાં તમે કોઈપણ માધ્યમ પર અને કોઈ પણ પ્રકારની જાહેરાત જુઓ તો તેમાં મોટાભાગે લોભામણી ઓફર દર્શાવવામાં આવી હોય છે અથવા સેલની જાહેરાત કરાય છે. લોકો ઓછા ખર્ચે વસ્તુ મળી રહી હોવાનું જોઈ બ્રાન્ડ તરફ આકર્ષાય છે અને તેથી પ્રોડક્ટ/સર્વિસની માગમાં વધારો જોવા મળે છે.
ગિફ્ટ્સ/ગીવ-અવે
ઘણી બ્રાન્ડ્સ ગિફ્ટ્સ/ગીવ-અવે થકી લોકોને આકર્ષવા પ્રયાસ કરે છે. જેમાં કોન્ટેસ્ટ અને લકી વિનર જેવી તકનિકોનો ઉપયોગ કરી કેટલાક ગ્રાહકોને પ્રોડક્ટ અથવા સર્વિસનો ફ્રિમાં લાભ આપવામાં આવે છે.
પ્રિ-બૂકિંગ ઓફર
જ્યારે બ્રાન્ડ કોઈ નવી પ્રોડક્ટ/સર્વિસ માર્કેટમાં લાવે છે ત્યારે તેને લોન્ચ કર્યા પહેલાં ગ્રાહકો માટે પ્રિ-બૂકિંગ ઓફરો જાહેર કરે છે. જેમાં પ્રિ-બૂકિંગ કરાવનાર ગ્રાહકોને ડિસ્કાઉન્ટ, ગિફ્ટ અથવા અન્ય આકર્ષક લાભો આપવામાં આવે છે
પ્રિ-ફેસ્ટિવ પ્લાનિંગ શા માટે જરૂરી છે?
જ્યારે ફેસ્ટિવલ માર્કેટિંગ કરવાનું વિચારી રહ્યા હોઈએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે અને એ છે પ્રિ-ફેસ્ટિવ પ્લાનિંગ. જ્યારે તમે તમારી પ્રોડક્ટ/સર્વિસ વેચવા માટે કેમ્પેઈન કરી રહ્યા હોવ ત્યારે જો તમે તહેવારના દિવસે એ કેમ્પેઈન લોન્ચ કરો તો તેનું મહત્વ ખૂબ જ ઘટી જાય છે. ઉદાહરણ તરીકે જો તમે દિવાળી પર તમારી અપેરલ બ્રાન્ડનું કેમ્પેઈન કરી રહ્યા છો અને તમે દિવાળીના દિવસે એનું કેમ્પેઈન લોન્ચ કરશો તો તે નિષ્ફળ જવાની શક્યતાઓ ખૂબ જ વધારે હોય છે. કારણ કે લોકો તહેવાર આવવાના થોડા દિવસો પહેલા જ શોપિંગ કરવાનું શરૂ કરી દેતા હોય છે. આથી કેમ્પેઈનનું પ્રિ-પ્લાનિંગ કરી તહેવારના આગળના દિવસોમાં જ લોન્ચ કરી દેવું જોઈએ જેથી વધુ લોકોના મગજમાં તમારી બ્રાન્ડ એક છાપ છોડી શકે અને સેલ્સમાં પણ વધારો થઈ શકે.
2024ના તહેવારોમાં કેવો ટ્રેન્ડ રહ્યો?
Refrence link:https://glance.com/newsroom/pressrelease/glance-launches-marketer-guide-to-india-festive-season-report
ગ્લાન્સ નામની સંસ્થાએ વર્ષ 2024ના ઓગસ્ટ મહિનામાં તહેવારોની ખરીદી સંદર્ભે એક સર્વે કર્યો. જેમાં સામે આવેલા કેટલાક તારણો નીચે મુજબ છે.
લોકોના ફેસ્ટિવ શોપિંગ શેનાથી પ્રભાવિત છે?
- 33% લોકોએ કહ્યું કે નવા માર્કેટ ટ્રેન્ડ અને એક્સપિરિયન્સ તેમના ફેસ્ટિવ શોપિંગને પ્રભાવિત કરે છે.
- 28% લોકોએ કહ્યું કે મિત્રો અને પરિવારજનોના સુઝાવ તેમની ખરીદી પર અસર કરે છે.
- 13% લોકોની ફેસ્ટિવ ખરીદી પર સેલેબ્રિટીઝ અને ઈન્ફ્લુએન્સર જેવી બાબતો અસર કરે છે.
બજેટમાં વધારો
- 77% લોકોએ ગત વર્ષ (2023)ની સરખામણીમાં પોતાના ખરીદીના બજેટમાં વધારો કર્યો.
- 25% જેટલા લોકોનું ખરીદીનું બજેટ 50,000 રૂપિયા કરતા વધારે જોવા મળ્યું.
- 37% લોકો માત્ર ઓનલાઈન, 13% લોકો માત્ર ઈન-સ્ટોર જ્યારે બાકીના 50% લોકો ઓનલાઈન અને ઈન-સ્ટોર એમ બંને રીતે ખરીદી કરવાનું વિચારી રહ્યા હતા.
ફેસ્ટિવ ખરીદીમાં મોબાઈલની ભૂમિકા
-તહેવારો દરમિયાન 85% લોકો પ્રોડક્ટ/સર્વિસ અંગે જાણવા મોબાઈલ શોપિંગ એપ્સ પર સમય વિતાવે છે.
-43% લોકો તહેવારોની સિઝનમાં અઠવાડિયામાં કેટલિક વખત જ મોબાઈલ પર ખરીદી કરે છે.
-11% લોકો તહેવારના સમય દરમિયાન દરરોજ મોબાઈલ પરથી ખરીદી કરે છે.
કઈ કેટેગરીમાં કેટલી ખરીદી થઈ?
ઓનલાઈન ખરીદીના ટ્રેન્ડ્સ | ઈન-સ્ટોર ખરીદીના ટ્રેન્ડ્સ |
---|---|
અપેરલ અને એસેસરીઝ – 87% | જ્વેલરી – 67% |
કિચનવેર ગિફ્ટ્સ – 64% | અપેરલ અને એસેસરીઝ – 63% |
બ્યુટી પ્રોડક્ટ્સ – 61% | કિચનવેર ગિફ્ટ્સ – 51% |
ગેજેટ્સ – 56% | ગેજેટ્સ – 44% |
ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ – 53% | ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ – 44% |
ખરીદી અંગે સર્ચ કરવા સૌથી માટે વધુ વપરાયેલા માધ્યમો
-ઈ-કોમર્સ વેબસાઈટ્સ
-સર્ચ એન્જિન્સ
-સોશિયલ મીડિયા
ફેસ્ટિવલ માર્કેટિંગના ખાસ ઉદાહરણ
તહેવારો દરમિયાન નાનામાં નાની બ્રાન્ડથી લઈને મોટી મોટી બ્રાન્ડ પણ વિવિધ ઉદ્દેશો સાથે કેમ્પેઈન અને માર્કેટિંગ કરતા હોય છે. જેમાંથી કેટલાક ખાસ ઉદાહરણો નીચે મુજબ છે.
મેક સોનપાપડી ગ્રેટ અગેઈન – ઝેપ્ટો
દિવાળીમાં ક્વિક ડિલિવરી એપ ઝેપ્ટોએ ‘મેક સોનપાપડી ગ્રેટ અગેઈન’ કેમ્પેઈનલ લોન્ચ કર્યું હતું. તહેવારોમાં સોનપાપડીની લેવડ-દેવડ અંગે સૌને ખ્યાલ જ છે અને એના પર ફરતા થયેલા મીમ્સ પણ આપણે જોયેલા છે. ઝેપ્ટોએ આ જ તકનો લાભ ઉઠાવી સોનપાપડીને ફરીથી બધા લોકોની ચહીતી બનાવવાનો પ્રયાસ કર્યો. જેના માટે એણે સોનપાપડીના અલગ અલગ બોક્સમાં કુલ રૂપિયા 5 કરોડ સુધીના ગોલ્ડ સ્ક્રેચ કાર્ડ ગિફ્ટ તરીકે મૂક્યા અને લોકોને ભાવનાત્મકની સાથે સાથે આ અનોખી ઓફર થકી પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો.
કન્ફર્મ સીટ – કેડબરી ચોકલેટ્સ
દિવાળીના સમયમાં લોકો પોતે જ્યાં ભણતાં હોય અથવા નોકરી કરતા હોય ત્યાંથી પોતાના ઘરે જતાં હોય છે, પરંતુ લોકોને ટ્રેનમાં કન્ફર્મ ટિકીટ મળવી મુશ્કેલ હોય છે. આ સમયે કેડબરી ચોકલેટ્સે ‘કન્ફર્મ સીટ‘ કેમ્પેઈન લોન્ચ કર્યું. જેમાં ચોકલેટ્સના પેકેજિંગ પર એક QR કોડ આપવામાં આવ્યો અને ગ્રાહકોને આ સ્કેન કરવા માટે કહેવાયું. સ્કેન કરનાર લોકોમાંથી લકી વિજેતાઓેને તેમના શહેર સુધીની ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ આપવામાં આવી. લોકોને તેમના પરિવારો સાથે દિવાળી ઉજવવાનો મોકો આપી કેડબરીએ લોકોના દિલ સુધી પહોંચી.
ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ – એમેઝોન
દર વર્ષે ઈ-કોમર્સ બ્રાન્ડ એમેઝોન ગ્રાહકોને આકર્ષવા માટે ‘ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ’ નામથી સેલ બહાર પાડે છે. આ સેલ સામાન્ય રીતે દિવાળી પહેલાના દિવસોમાં જાહેર કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને અન્ય ઓફરોનો લાભ આપે છે. ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ ઉપરાંત પણ એમેઝોન અન્ય કેટલાક સેલ સમયાંતરે બહાર પાડતું રહે છે.
ધિ બિગ બિલિયન ડેઝ- ફ્લિપકાર્ટ
એમેઝોનની પ્રતિસ્પર્ધી બ્રાન્ડ ફ્લિપકાર્ટ પણ આવી જ રીતે દર વર્ષે ‘ધિ બિગ બિલિયન ડેઝ’ નામથી સેલ જાહેર કરે છે. ફ્લિપકાર્ટ આ સેલ દિવાળી જેવા મોટા તહેવારની આસપાસ જ જાહેર કરે છે, જેથી વધુમાં વધુ લોકો ખરીદી માટે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરે.
ફેસ્ટિલ માર્કેટિંગ અંગે કેટલીક ખોટી ધારણાઓ
ફેસ્ટિવલ માર્કેટિંગને લઈ લોકો ઘણી ખોટી ધારણાઓ બાંધી લે છે. જેના કારણે તેમનું માર્કેટિંગ સારી રીતે આઉટપુટ આપી શકતું નથી. ફેસ્ટિવલ માર્કેટિંગ માત્ર ઓફર્સ માટે હોય છે, છેલ્લી ઘડીએ માર્કેટિંગ કરીશું તો પણ ચાલશે, ફેસ્ટિવલ માર્કેટિંગમાં હ્યુમરને કોઈ સ્થાન નથી, આના માટે ખૂબ જ વધારે બજેટ જોઈએ વગેરે જેવી ખોટી માન્યતાઓના કારણે લોકો ફેસ્ટિવલ માર્કેટિંગને અવગણી દે છે અને બ્રાન્ડ માટે આ નુકસાનકારક સાબિત થાય છે.
સારાંશ
બ્રાન્ડ નાની હોય કે મોટી, ઉદ્દેશ સેલ્સ હોય કે બ્રાન્ડ અવેરનેસ, તમારા ઉદ્દેશોને પૂરા કરવા માટે તહેવારોના સમયમાં જો માર્કેટિંગ કરવામાં આવે તો એ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો સારી રીતે ફેસ્ટિવલ માર્કેટિંગ કરવામાં આવે તો એ હંમેશા કારગર રહે છે અને ઈચ્છિત પરિણામો પણ લાવી આપે છે. આજે ઘણી બ્રાન્ડ્સ પોતાની ફેસ્ટિવલ કેમ્પેઇન્સ માટે કોઈ અનુભવ ધરાવતી digital marketing agency in Ahmedabad ની મદદ લે છે, જેથી તેઓ લોકલ માર્કેટ અને લક્ષણોને સમજીને વધુ અસરકારક કમ્યુનિકેશન આપી શકે. એટલે જો કોઈ બ્રાન્ડ ઓનર એવું વિચારતા હોય કે ફેસ્ટિવલ માર્કેટિંગ એ એક અઘરી અને વધુ ખર્ચાળ માર્કેટિંગ તકનીક છે તો એને તદ્દન ખોટું ગણાવી શકાય.